Archive | મુકુલ ચોક્સી RSS feed for this section

સન્માનપૂર્વક યાદ કરવાનું…

6 મે

વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું,
હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.

આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું?
હવે કર્યા થાય છે સાથે ઊભા રહીને પલળવાનું?

ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદભાગ્ય કહેવાનું,
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઇ ઝરણાંને જોવાનું.

અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનું.

મુકુલ ચોક્સી

સૌજન્ય : ગુજરાતસેન્ટર.કોમ

Advertisements