Archive | રાજેન્દ્ર શુક્લ RSS feed for this section

કયાંક તું ને કયાંક હું

2 મે

આપણું   હોવું   પ્રથમ    કેવું   હતું !
કયાંક   તું  ને  કયાંક   હું, એવું હતું!

ને   પછી   કેવું   મળ્યાં આ આપણે!
-ના   કંઇ    લેવું   હતું,   દેવું    હતું !

શું   હતું   કે   દૂર   લગ દેખ્યા  કર્યું!
કૈં  નતું,   બસ   એક   પારેવું   હતું!

એમ  નહીં, તું વાતનો વિસ્તાર કર!
હા,  વરસતાં   આભનું   નેવું    હતું !

કેમ    ઉડાડી  દીધી    તેં   વારતા !
કયાં   બધું    સંભારવા   જેવું   હતું!

રાજેન્દ્ર શુક્લ